હાલોલની કલરવ શાળામા ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઇ,વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં આકર્ષક અને કલાત્મક રીતે મહેંદી મૂકીને બધાને આશ્ચર્યચકિત કર્યા.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૪
આજ રોજ કલરવ શાળામાં ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી.આજના યુગમાં વિદ્યાર્થીની પાસે પુસ્તકના જ્ઞાનની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓનો પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે.તે હેતુથી શાળા કક્ષાએ આવી ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આમ આ મહેંદી સ્પર્ધામાં કુલ 210 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભાગ લીધેલ બધા જ વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં આકર્ષક અને કલાત્મક રીતે મહેંદી મૂકી ને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.આકર્ષક રીતે મહેંદી મૂકનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના આચાર્ય કલ્પનાબેન જોષીપૂરા એ મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.









