વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાસણ ગીર હેલીપેડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા.૩ માર્ચ વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની સાતમી બેઠક યોજાનાર છે. આ બેઠક પૂર્વે આજે માનનીય વડાપ્રધાનશ્રીનું ગીરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ