GUJARAT

મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રસ્તુતિથી વહ્યા પરંપરાના સંદેશા

*ભારતીય સિંધુ સભા-જામનગર દ્વારા “સંસ્કાર સા સજીયલ પરવરીશ (સંસ્કારોથી સજ્જ ઉછેર)” કાર્યક્રમનું ભવ્ય આયોજન જામનગર ખાતે ટાઉનહોલમાં યોજાયો ..*

*___________*
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી ડો. માયાબેન કોડનાણી ઉપસ્થિત રહેલ, તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ લખવાણી દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન
કરવામાં આવેલ.

 

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરના મહિલા સંગઠન દ્વારા સમગ્ર આયોજનમાં મહિલાઓ સિંધી સમાજની નાની બાળા ઓ દ્વારા ખુબજ સુંદર અને સારો એવો નાટક અને પ્રોગ્રામ નું આયોજન કરેલ હતું જેમાં 90 થી વધુ કલાકારોએ ભાગ લીધેલ જેમાં સાંઈ શ્રી ઝૂલેલાલ જી, ભગત કંવરરામ સાહેબ તથા વીર શહીદ હેમુ કાલાણી ને લગત તમામ નાટ્ય સંગ્રહોની રચના તેમજ નાની બાળાઓ એ નૃત્ય દ્વારા માતાજી ની આરાધના જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક રચનાઓ દ્વારા સિંધી સમાજ ના બહોળી સંખ્યા માં બેસેલા હોદેદારો તથા અન્ય લોકો ને મંત્ર મુગ્ધ કર્યા કાર્યક્રમ સાથે સમૂહ ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં 2000 થી વધુ લોકોએ સમૂહ ભોજનનો લાભ મેળવ્યો હતો.

આ પ્રસંગે ભારતીય સિંધુ સભાના મહિલા સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી નલીનીબેન પોપટાણી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ ઉપરાંત ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી ડો. દિલીપભાઈ પબરેજા અને મહિલા પ્રાંત અધ્યક્ષ શ્રીમતી અનિતાબેન ચાંગરાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી..

વિશેષ ઉપસ્થિતમાં જામનગરના નગરસેવિકા શ્રીમતી બબીતાબેન લાલવાણી, શ્રીમતી લીલાબેન ભદ્રા તેમજ શિક્ષણ સમિતિ(JMC)ના ચેરમેન શ્રી પરસોતમભાઈ કકનાણી હાજર રહ્યા હતા..

જામનગર યુવા સંગઠન : શ્રી જગદિશભાઈ દુલાણી(અધ્યક્ષ), મુકેશભાઈ રાજપાલ (ઉપાધ્યક્ષ),સુશીલ ખેતવાણી(ખજાનચી), સાગર આહુજા(સેક્રેટરી), વિવેક નેભાણી(જો. સેક્રેટરી),તથા કારોબારી કાન્તિલાલ આશવાણી, કમલેશ ધીંગાણી, પ્રકાશભાઈ ગોકલાણી, લાલચંદ ધનવાણી, રાજન જસવાણી, લાકેશ રોહેરા.ની પણ હજારી રહી હતી.
શ્રી કિશોરભાઈ સંતાણી ( જનરલ સેક્રેટરી જામનગર સિંધી સમાજ) નો પણ વિશેષ સહકાર મળ્યો હતો.

આ આયોજનમાં ભારતીય સિંધુ સભા જામનગરના મહિલા સંગઠનના
શ્રીમતી નિકિતાબેન કેવલરામાણી(અધ્યક્ષ), દ્રોપદીબેન સંતાણી(ઉપાધ્યક્ષ)માયાબેન ધીંગાણી(ખજાનચી), વિમલાબેન વધવા(સેક્રેટરી), તથા કારોબારી કલ્પનાબેન ટહીલરામાણી, રેશમાબેન કુકરેજા, જ્યોતિબેન ટહીલરામાણીની ખૂબ જ મુખ્ય ભૂમિકા રહી હતી…
ભારતીય સિંધુ સભા- જામનગરના હોદેદારો શ્રી ધનરાજ મંગવાણી(પ્રાંત માર્ગદર્શક), શ્રી ઘનશ્યામદાસ ગંગવાણી(અધ્યક્ષ મુખ્ય સંગઠન),મોતીભાઈ માખેચા (સેક્રેટરી) ના માર્ગદર્શક હેઠળ તમામ કાર્યક્રમો યોજવામાં આવેલ હતું

Back to top button
error: Content is protected !!