તા. ૩૦. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા અભયમ દ્વારા રંગોલી દ્રારા હિંસા મુક્ત મહિલા નો સંદેશો અપાયો
દિવાળી અને નૂતનવર્ષે સંદેશા આપવામા આવે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ લીમખેડા દ્વારા વિવિઘ રંગોળી દ્વારા હિંસા મુકત મહિલા નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિની ઓ સામે કોઈપણ પ્રકારની હિંસા કે હેરાનગતિ કરવામાં આવે તો ૨૪ ક્લાક વિના મૂલ્યે સેવા આપતી અભયમ હેલ્પ લાઇન નો સંપર્ક કરવા હિમાયત કરવામાં આવી હતી.નૂતન વર્ષે અભયમ ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા, બચાવ અને માર્ગદર્શન માટે કટિબદ્ધ બની સેવા આપવા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો.