GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય રાકેશ ભાઈની ઉપસ્થિતમાં માસિક સંકલન બેઠક યોજાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના અગ્ર સ્થાને બેઠક યોજાઈ હતી
નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે માસિક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી,નવસારીના ધારાસભ્ય રાકેશ ભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં નવસારી મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી શહેર વિસ્તારમાં પીવાના પાણી અંગેના પ્રશ્નો , જાહેર માર્ગો રોડ રસ્તા, ડ્રેનેજ લાઇનો ,તળાવ સહિતના પ્રજાલક્ષી વિવિધ વિકાસના કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ લોકો માટે બાકી પડતી સુવિધાઓ માટે પણ રજૂઆત કરી મહાનગરપાલિકાના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરો પાડ્યો હતો…





