તા.૧૨.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવેથી દાહોદ તરફ આવતા મોટર સાયકલ ચાલાકનું રળીયાતી ગામ નજીક ડીવાઈડર સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માત સર્જાયો.ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
દાહોદ તાલુકાના ભંભોરી ગામના પટેલ ફળિયામાં રહેતા અભિસિંહભાઈ સમુંડાભાઈ ભાભોર જે ભંભોરી ગામથી દાહોદમાં પોતાના કબ્જાની મોટર સાયકલ લઇ ઇન્દોર અમદાવાદ હાઇવે થી દાહોદ તરફ આવી રહ્યા હતા.ત્યારે તેઓ રળીયાતી ગામ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે તરફ જતા અને દાહોદ તરફ આવતા મોટરસાયકલ ચાલક અભિસીંગભાઈ ભાભોરે મોટર સાઇકલના સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા મોટરસાયકલ રોડ વચ્ચે આવેલ ડિવાઈડર સાથે જોષ ભેર રીતે અથડાતા અભિસીંગભાઈ ભાભોર મોટરસાયકલ લઇ રોડ પર ફગોળાતા અભિસીંગભાઈ ભાભોરને મોઢાના ભાગે અને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત થતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે દોડી આવેલ લોકોએ 108 જાણ કરી 108 મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોટરસાયકલ ચાલક અભિસીંગભાઈ ભાભોર ને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.જ્યાં ઝાયડસ હોસ્પિટલના હાજર તબીબોએ તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી