DAHODGUJARAT

દાહોદના મુવાલિયા ક્રોસિંગ નજીક એસ.ટી બસ ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત

તા.૨૯.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના મુવાલિયા ક્રોસિંગ નજીક એસ.ટી બસ ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત

દાહોદ શહેરમાં મુવાલીયા ક્રોસિંગ પાસે એક એસટી બસના ચાલકે મોટરસાઈકલ પર જઈ રહેલ એક આશાસ્પદ યુવકને અડફેટમાં લઈ મોટરસાઈકલને ટક્કર મારી એસ.ટી. બસના તોતિંજ પૈડા યુવક પર ચઢાવી દેતાં યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં ત્યારે ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી

દાહોદ શહેરમાં એસ.ટી. બસના ચાલકો બેફામ બની રહ્યાં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. અગાઉ થોડા દિવસો પહેલા એક અઠવાડીયામાં દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક અઠવાડીયાની અંદર એસટી બસના ચાલકા બેફામ બનતાં એક ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી હતી ત્યારે બીજા બનાવમાં એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં દાહોદ શહેરના દેસાઈવાડ વિસ્તાર તરફના માર્ગની સાઈડમાં આવેલ એક ચાલુ વીજ ટ્રાન્સફર્મ સાથે બસને ધડાકાભેર અથડાવતાં આ બનાવમાં મોટી હોનારત થતી અટકી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ત્યારે ત્રીજા એક બનાવમાં પણ એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી માર્ગ અકસ્માત સર્જયો હતો. આ ત્રણેય બનાવોમાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ દાહોદ શહેરમાં એસટી બસના ચાલકોની બેફામ ભર્યા વાહન હંકારવાની રીતને લઈ દાહોદ શહેરવાસીઓમાં ભારે આક્રોશ વચ્ચે ભયનો માહૌલ પણ જાેવા મળતો હતો અને આ એસટી બસના ચાલકોને કારણે કોઈ નિર્દાેષનો ભોગ ન લેવાય તેવી ચર્ચાઓ વચ્ચે એસટી વિભાગને કાર્યવાહી કરવાની માંગ સાથે એસટી બસના ચાલકોને જરૂરી સુચનાઓ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામી છે. ત્યારે એસટી બસ વિભાગે આ મામલે કોઈ ધ્યાન આપતાં આખરે એસટી બસના ચાલકના કારણે એક નિર્દાેષ આશાસ્પદ યુવક મોતને ભેટ્યો છે. ફરીવાર દાહોદમાં એસટી બસનો ચાલક બેફામ બનતાં નિર્દાેષ મોટરસાઈકલ ચાલકે જીવ ગુમાવતાં દાહોદ શહેરવાસીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં ગારી ફળિયામાં રહેતાં વિજયભાઈ ગારી આજરોજ સવારના સમયે પોતાની સાથે મોટરસાઈકલ લઈ તેની ઉપર દુધની કેન લઈ દાહોદમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ત્યાંથી પસાર થતી વડોદરા-દાહોદ એસટી બસના ચાલકે વિજયભાઈ ગારીની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં વિજયભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં અને જાેતજાેતામાં વિજયભાઈ ઉપર એસટી બસના તોતિંજ ટાયરો ફરી વળતાં વિજયભાઈનું સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. તો બીજી તરફ આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશના તબીબે વિજયભાઈ ગારીની ઘટના સ્થળ પર તબીબી તપાસ કરતાં વિજયભાઈ ગારીને ઘટના સ્થળ પર મૃત જાહેર કરાતાં મૃતક વિજયભાઈ ગારીના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે તમામ માર્ગાે પર વરસાદી પાણી ભરાઈ જતાં હોય છે. આવા સમયે ખાસ કરીને એસટી બસના ચાલકો અને ભારે વાહનોના ચાલકો વરસાદી માહૌલ વચ્ચે પોતાના વાહનોની સ્પીડ ઓછી રાખે તે અત્યંત આવશ્યક છે. કારણ કે, વરસાદી માહૌલ વચ્ચે વાહનોની વધુ સ્પીડના કારણે જાે ઓચિંતી બ્રેક મારવામાં આવે માર્ગ અકસ્માતોના બનાવોમાં બની શકે છે. ત્યારે ખાસ કરીને દાહોદ શહેરમાં એસટી બસના ચાલકો બેફામ બની પુરઝડપે એસટી બસો હંકારતાં હોવાની પણ છડેચોક લોકોની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આજે આ યુવકે પોતાનો જીવ ગુમાવતાં દાહોદ શહેરવાસીઓમાં એસટી વિભાગ સામે ભારે રોષ પ્રગટ્યો હતો. સમગ્ર મામલે સ્થાનીક પાલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!