DAHODGUJARAT

દાહોદ માં સિંગવડ તાલુકાના પાતા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

તા. ૦૧.૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

dahod:દાહોદ માં સિંગવડ તાલુકાના પાતા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

પ્રગતિશીલ ખેડૂત ડામોર ચંદ્રસિંહ દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિષે વિગતે માહિતી અપાઈ દાઓદ : આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે, રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર તેમજ દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ – બેક્ટેરીયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે. ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે. જેને ધ્યાને રાખી દાહોદ જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે સિંગવડ તાલુકાના પાતા ગામમાં તાલીમ યોજવામાં આવી હતી, જેમાં પ્રગતિશીલ ખેડૂત ડામોર ચંદ્રસિંહ દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિષે વિગતે માહિતી આપવામાં આવી હતી.ખેડૂત ચંદ્રસિંહ ડામોરએ અન્ય ખેડૂતોને વિસ્તારપૂર્વક સમજાવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાની જરૂરીયાત રહેતી નથી, જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય જરૂરી હોઈ દેશી ગાયનું જતન – સંવર્ધન થાય છે. રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વૉર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે પ્રાકૃતિક કૃષિ એ અસરકારક સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના છાણમાં અનેક ગણા સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે. ભારતીય મુળની ગાયોના છાણથી બનતા જીવામૃતમાં સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યામાં બમણો વધારો થાય છે, આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. જે તમામ ખેડૂતો માટે લાભદાયી નીવડશે

Back to top button
error: Content is protected !!