
નરેશપરમાર. કરજણ,
કરજણ ટોલ મુક્તિ આંદોલનમાં નવો વણાંક
કરજણ ટોલનાકા પર 11 એપ્રિલ ના રોજ પદયાત્રા કરીને આવેદન આપવામાં આવ્યું કે GJ 06 તેમજ વડોદરા જિલ્લો ફ્રી કરવામાં આવે
ગત તારીખ 11 એપ્રિલ ના રોજ કરજણ – ભરથાણા ટોલનાકા પર GJ 6 ની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ સાથે કોંગ્રેસ ના અગ્રણી પીન્ટુ પટેલ સહિત અલગ અલગ સંગઠનો ના આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચી કરજણ પ્રાંત અધિકારી ને લેખિતમાં આવેદન પત્ર આપી, ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી. જયારે ભરૂચ ટોલપ્લાઝા પર GJ 16 ફ્રી કરી શકતા હોય તો કરજણ ટોલનાકા પર કેમ નહિ તેમ છતાં આજદિન સુધી GJ 6 ની ગાડીઓ ટોલ ફ્રી કરવામાં આવી નથી. ત્યારે આજરોજ કોંગ્રેસ ના અગ્રણી પીન્ટુ પટેલ સહિત 20 જેટલા લોકો કરજણ તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચી લેખિતમાં પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી, 20 એપ્રિલ ના રોજ સામુહિક આત્મ વિલોપન N.H.I. ની ઓફિસ ખાતે કરવાના હોય તેમ જણાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.




