ANANDANAND CITY / TALUKOGUJARAT

બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

 

તાહિર મેમણ- આણંદ- 23/01/2025 – બોરસદ ખાતે નવી ડીવાયએસપી કચેરી મંજૂર કરવામાં આવી છે.

 

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે પ્રજાની જન સુખાકારી ને ધ્યાનમાં લઈને તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય અને કોઈ પણ પ્રકારની ગુનાખોરી હોય તો તેને ત્વરિત પગલા ભરી ડામી દેવામાં આવે તેમ જણાવી પોલીસ વિભાગની ટીમ બનાવીને પ્રજાની અપેક્ષા મુજબ કામગીરી થાય તે જોવા જણાવ્યું હતું. વધુમાં તેમણે પોલીસ સાચા અર્થમાં પ્રજાનો મિત્ર છે. જે દિશામાં શ્રેષ્ઠ કામ કરવા પણ આહવાન કર્યું હતું અને પોલીસ સ્ટેશન ખાતે આવનાર વ્યક્તિને સારો અને ઝડપી ન્યાય મળે, પોલીસ વિભાગ તરફથી મદદ મળે તે જોવા પણ અનુરોધ કરીને પ્રજામાં પોલીસ માટે વધુ વિશ્વાસ પેદા થાય તે મુજબ કામ કરવા અપીલ કરી હતી. બોરસદ ડીવાયએસપી કચેરી શરૂ થવાથી કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે તેમ ઉમેર્યું હતું.

 

લોકાર્પણ બાદ બોરસદ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક એસ. પી. કહારને તેમની ખુરશી ઉપર બેસાડીને લોકો માટે શ્રેષ્ઠ કામગીરી કરવા જણાવ્યું હતું.

 

રાજ્ય મંત્રી એ નવી નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ થતાં બોરસદ વિભાગમાં આવતા ચાર પોલીસ સ્ટેશન બોરસદ શહેર, બોરસદ રૂરલ, આકલાવ અને ભાદરણ પોલીસ તંત્રની કામગીરીને નવી દિશા મળશે.

 

પ્રારંભમાં બોરસદ નાયબ પોલીસ અધિક્ષક તરીકે નવનિયુક્ત શ્રી કહારે સૌનો આવકાર કરી બોરસદ વિભાગ પોલીસ સ્ટેશનની રૂપરેખા વર્ણવી હતી.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી વાઘેલા, પંચાલ, કુંબાવત, પ્રાંત અધિકારી અમિત પટેલ, પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાન મયંક પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!