ઇડર શહેરમાં નવતર પહેલ- ભોઇસમાજના યુવકે લોન્ચ કરી ‘રાઈડ જોન’ એપ, હવે ઓનલાઈન રીક્ષા બુકિંગ સુવિધા.

ઇડર શહેરમાં નવતર પહેલ- ભોઇસમાજના યુવકે લોન્ચ કરી ‘રાઈડ જોન’ એપ, હવે ઓનલાઈન રીક્ષા બુકિંગ સુવિધા.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ઓલા–ઉબેરની એપ્લિકેશન દ્વારા જેમ લોકો સરળતાથી ઓનલાઈન બુકિંગ કરીને એક સ્થાનથી બીજા સ્થળે જઈ શકે છે, તેવી જ સુવિધા હવે ઇડર શહેરમાં પણ શરૂ થઈ છે. ભોઇ સમાજના યુવા ઉદ્યોગસાહસિક સંજયભાઈ ભોઇએ ઇડર માટે ‘રાઈડ જોન’ નામની મોબાઈલ એપ વિકસાવી છે.હાલ માં રાઈડ જોન એપ્લિકેશન નો ટેસ્ટ ચાલી રહ્યો છે આવનાર સમય માં આ એપ દ્વારા ઇડર શહેરના કોઈપણ સ્થળે જવા માટે રીક્ષા બુક કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેમાં નગરજનો માત્ર મેસેજ ટાઈપ કરીને પણ રીક્ષા બોલાવી શકે છે. આવનારા સમયમાં ફોર વ્હીલર, લોડિંગ ટેમ્પો સહિત અન્ય વાહનોને જોડવાની તૈયારી ચાલી રહી છે.આથી ઇડર નગરજનો માટે દૈનિક અવરજવર વધુ સરળ બનશે, સાથે જ માલસામાન લાવવા–લઈ જવાની સેવા પણ સહેલાઇથી ઉપલબ્ધ થશે. ‘રાઈડ જોન’ એપ્લિકેશન ઇડર શહેર માટે એક આશીર્વાદરૂપ પ્રયોગ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



