MORBI:મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રક નાં લીધે તંત્ર પર અનેક આક્ષેપો કર્યા અને આ ટ્રકો પર રોક લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ
MORBI:મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રક નાં લીધે તંત્ર પર અનેક આક્ષેપો કર્યા અને આ ટ્રકો પર રોક લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ
મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે. આ ઈન્ડોનેશિયા કોલસા નવલખી બંદર થી મોરબી માં અનેક જગ્યાએ કોલસો સપ્લાય થાય છે. આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ પર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર રહે છે. આ ખુલ્લા ટ્રક માંથી ખૂબ જ પ્રમાણમાં કોલસો રોડ પર પડે છે જેનાં લીધે તે રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. આ રોડ પર મોટરસાયકલ જેવા વહાનો ચાલવા માટે જીવ ને જોખમ રહે છે. આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડ માં ચલાવતા તે રોડ પર પસાર થવું મુશ્કેલ પડે છે. જે મુદ્દાઓ ને લઈ ને આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા જે ખાખરાલા ગામ ના વતની છે તેમના દ્વારા તંત્ર અને RTO પર અનેક આક્ષેપો કર્યા છે જેમાં આ ઓવર લોડ વહાનો ને RTO દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? ક્યાંક RTO અધીકારી હપ્તા લેતો હશે? ભાજપ ના હોદ્દેદારો કે નેતાઓ ના આ ટ્રક હશે જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય.? મોરબી જિલ્લા ના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામ ના આગેવાનો કેમ મુક્ત પ્રેક્ષક બની ને બેઠા છે.. શું આ લોકો ની મીલીભગત હશે?? આવા અનેક આક્ષેપો કર્યા છે અને સાથે સાથે એક ચીમકી ઉચ્ચારી છે કે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે. જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે..