AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ બ્લોક સુબીર ખાતે એક નવી વિનિયન કોલેજ મંજૂર કરાઈ*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગના અંતરિયાળ વિસ્તારમા નવી કોલેજ મંજુર થતા વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક ઠરાવમા, ડાંગ જિલ્લાના સુબીર સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કુલ આઠ નવી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ બ્લોક સુબીરમાં રાજ્ય સરકાર દ્વારા એક નવી વિનિયન કોલેજની મંજૂરી મળતા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કોલેજ શરૂ થતા ડાંગ જિલ્લાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચશે, તેમજ કોલેજ શિક્ષણ માટે છેવાડાના વિદ્યાર્થીઓએ હવે દૂર સુધી જવુ નહીં પડે. રાજ્ય સરકારના ઠરાવમાં જણાવ્યા મુજબ, આદિજાતિ વિસ્તાર પૈકી સુબીર (ડાંગ) ખાતે વિનયન પ્રવાહ, ડોલવણ (તાપી) ખાતે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ, સંજેલી (દાહોદ) ખાતે વિનયન અને વાણિજ્ય પ્રવાહ તેમજ દાંતા (બનાસકાંઠા) ખાતે વિજ્ઞાન પ્રવાહ એમ કુલ ચાર કોલેજોને વહીવટી મંજૂર આપવામાં આવી છે.
જ્યારે બિન આદિજાતિ વિસ્તાર પૈકી અંજાર (કચ્છ) ખાતે વિનયન અને વાણિજ્ય પ્રવાહ, તારાપુર (આણંદ) ખાતે વિનયન અને વાણિજ્ય પ્રવાહ, કુકાવા-વડિયા (અમરેલી) ખાતે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ, તેમજ દિયોદર (બનાસકાંઠા) ખાતે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની કુલ ચાર નવી સરકારી કોલેજો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
<span;>-

Back to top button
error: Content is protected !!