AHAVADANGGUJARAT

ધારાસભ્ય વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નડગચોન્ડ ગામે રાત્રિ ગ્રામસભા યોજાઈ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*મારી યોજના પોર્ટલ ઉપર તમામ સરકારી યોજનાઓની માહિતી ઉપલબ્ધ – તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત

રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહ-૨૦૨૫નીઉજવણી ના ભાગરૂપે પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે, જેના થકી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જન વિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે તારીખ ૯ ઓક્ટોબરના રોજ વઘઇ તાલુકાના નડગચોન્ડ ગામે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન કરાયું હતું. નડગચોન્ડ ગામે ‘વિકાસ રથ’ને ગ્રામજનોએ ઉમકાભેર આવકારી રથનું સ્વાગત કર્યું હતુ.

આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૦૧ માં તારીખ ૭ ઓક્ટોબરના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે. જેઓ દ્વાર શરૂ કરવામાં આવેલ અનેક જન કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ ચિંચાઈ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાન શ્રીએ વિકાસનો નવો અધ્યાય આલેખ્યો છે.

ગુજરાતના આદિવાસી પ્રજાના વિકાસ અર્થે હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કુલ ૧૦ મુદ્દાઓ આવરી લીધાં હતાં. જેમાં દરેક વિભાગોમાંથી ગ્રાન્ટની ફાળવણી કરી આદિવાસીઓનો સંર્વાગી વિકાસ થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે આજે આદિવાસી સમાજની દિશા બદલાઇ છે. વધુમાં શ્રી નરેદ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લા માંથી જ્યોતિ ગ્રામ યોજનાનો શુભારંભ કર્યો હતો. જેના કારણે આજે જિલ્લામાં ૨૪ કલાક સતત વિજળી મળે છે.

આ ઉપરાંત વિજયભાઇ પટેલે ‘આયુષમાન ભારત’ યોજના હેઠળ તમામ લોકોને પોતાના તેમજ પોતાના પરીવારના આરોગ્ય રક્ષણ માટે PMJAY કાર્ડ મેળવી લેવાનો અનુરોધ કર્યો હતો.

નડગચોન્ડ ગામે આયોજિત રાત્રિ ગ્રામસભા દરમિયાન આરોગ્ય વિભાગના લાભાર્થીઓને PMJAY કાર્ડનુ વિતરણ, અને આઈ.સી.ડી.એસ. ના લાભાર્થીઓને પણ મહાનુભાવોએ કીટ અર્પણ કરી હતી. તેમજ વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિતે ‘વિકાસ સપ્તાહ’ કાર્યક્રમનો ઉદેશ સ્પષ્ટ કરી સૌને તેમાં જોડાવાની અપીલ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,  સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના ગામો સુધી પહોંચ્યા છે અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન લોકોને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, મારી યોજના પોર્ટલ ઉપર તમામ સરકારી યોજનાઓની માહિતી ઉપલબ્ધ જેથી મોબાઇલ ફોન મારફત પોર્ટલ પર થી આંગળીના ટેરવે યોજનાની જાણકારી મેળવી શકાય છે.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચંદરભાઈ ગાવિત, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિવેકભાઈ ટેઈલર, તાલુકા સદસ્ય શકુંતલાબેન પવાર,  સરપંચ સર્વેશ્રીઓ નગીનભાઈ ગાવિત, કલ્પેશભાઈ ઠાકરે, કમલેશભાઈ ભોયે, અરુણાબેન ભોયે સહિત આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!