બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરૂ ગામે રાત્રિ સભા યોજવામાં આવેલ
22 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરું ખાતે ૨૧ ઓગસ્ટ 2024 ના રોજ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી અને લોકાભિમુખ યોજનાઓની ગ્રામજનોને વિગતવાર માહીતી આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ગામના વિકાસ માટે ૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ અધિકારીશ્રી/કર્મચારીઓને વધુ ફીલ્ડ વર્ક કરી સરકારશ્રીની પ્રજાભિમુખ અને કલ્યાણકારી યોજનાઓની વધુમાં વધુ અસરકારક રીતે અમલવારી કરવા માટે સુચના આપવામાં આવી હતી.આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, સૂઇગામ પ્રાંત અધિકારીશ્રી કાર્તિક જીવાણી સહીત જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ, સૂઇગામ તાલુકા વહીવટીતંત્રના અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




