*હિંમતનગરના હમીરગઢ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાત્રી સભા યોજાઇ*
ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કરતા ગ્રામવાસીઓ*
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના હમીરગઢ પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશચંદ્ર ડાભીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઇ હતી. હમીરગઢ ખાતે વિકાસ રથ આવતા જ ઉપસ્થિત સૌ કોઈએ વિકાસ રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી જણાવ્યુ કે, આ વિકાસ રથ દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવશે. તેમણે તમામ ગ્રામજનોને આ માહિતી મેળવીને સરકાર દ્વારા અપાતી સહાયનો પૂરેપૂરો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ “વિકસિત ભારત” અંગેની ફિલ્મ નિહાળી હતી. સૌએ ‘ભારત વિકાસ શપથ’ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, અગ્રણીઓ, વડીલો સહિત વિવિધ પદાઅધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.