DAHODGUJARAT

દાહોદ હાઈવે ઉપર પતંગ લૂંટતો બાળક ટ્રક નીચે આવી જતા બન્ને પગ કપાઈ ગયા 

તા.૧૨.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ હાઈવે ઉપર પતંગ લૂંટતો બાળક ટ્રક નીચે આવી જતા બન્ને પગ કપાઈ ગયા

આજરોજ તા.૧૨.૦૧.૨૦૨૫ ના સાંજે.૬.૦૦ કલાકે દાહોદના નગરાળા ગામે રહેતો આનંદ રમેશ ગણાવા નામનો બાળક દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર પતંગ લૂંટવા માટે તેના મીત્રો સાથે આવ્યો હતો જયારે પતંગ કપાઈને જાય ત્યારે બાળકો હાઈવે ઉપર પતંગ લૂંટવા દોડે છે એકબાજુ નેશનલ હાઈવે ઉપર એકપછી એક ઓવરલોડ ભરેલા વાહનો દોડે છે તો બીજી બાજુ બાળકો પતંગ લૂંટવા માટે સામેથી આવતી ગાડીઓ દેખ્યા વગર પતંગ લૂંટવા દોડે છે તેમાં એક ટ્રક સામેથી આવતા તે પતંગ લૂંટતો બાળક સામેથી આવતી ટ્રક નીચે આવી જતા તેના બન્ને પગ ફચકાય ગયા હતા અને તેના સાથે પતંગ લૂંટતા બાળકો અકસ્માત દેખી ભાગી ગયા હતા જયારે ટ્રક ચાલક પણ ઘટના સ્થળે થી ભાગી છૂટ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આનંદ ગણાવાને ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ તબીબોએ તેને અમદાવાદ ખાતે લઈ જવા જણાવતા પરીવાર જનો અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા

Back to top button
error: Content is protected !!