
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
તા. 31 જુલાઈ 2025ના ગુરુવારના રોજ ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં શાળાના કુલ 13 વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. જેમાંથી 7 વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન, 2 વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન અને 4 વિદ્યાર્થીઓએ તૃતિય સ્થાન હાંસલ કર્યું હતું. આ યુગ્મ વિજયોથી શાળાએ તેમજ ગામે ગૌરવ અનુભવ્યું છે. પ્રથમ ક્રમ મેળવનાર 7 વિજેતા વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની રમતોત્સવ સ્પર્ધા માટે નવસારી ખાતે મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર તરફથી તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તેમજ આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


