
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સાહિત્ય અને સમાજ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.
જેમાં મુખ્ય અતિથી તરીકે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે કવિ સંજુ વાળા અને નિષ્ણાત વક્તા તરીકે ડૉ. એસ. એન. શર્મા ( ચ.હ.ચૌધરી આર્ટ્સ એન્ડ શ.ગો.પટેલ કોમર્સ કૉલેજ તલોદા, મહારાષ્ટ્ર) , ડૉ.સુનીલ જાદવ ( શ્રી.ડી.કે.કપુરીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ કાલાવડ), ડૉ. દલપત ચાવડા ( એ. આર. એસ સખીદા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કૉલેજ, લીંબડી) અને શોધપત્ર વાંચનના અધ્યક્ષ તરીકે ડૉ. નરેશ વાઘેલા ( પી. આર. બી. આર્ટ્સ એન્ડ પી. જી. આર. કોમર્સ કૉલેજ, બારડોલી) ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં અધ્યાપક, સંશોધનકર્તા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંયોજક ડૉ. જે.પી. વૈષ્ણવ, IQAC કો ઓર્ડીનેટર ડૉ.એમ.પી.શાહ અને સમગ્ર કૉલેજ પરિવારનો સહયોગ રહ્યો હતો.



