BANASKANTHAGUJARAT

થરા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી અને હિન્દી વિષયનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

થરા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી અને હિન્દી વિષયનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

થરા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી અને હિન્દી વિષયનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિષયમાં “મધ્યકાલિન ગુજરાતી સાહિત્ય માં ગુરુ-શિષ્ય પરંપરા” અને હિન્દી વિષયમાં “મધ્યકાલીન હિન્દી કાવ્ય: સમરસતા એવમ લોકરંગ” બંને વિષય ઉપર એક દિવસીય રાષ્ટ્રીય પરીસંવાદનું આયોજન તા.૦૩/૦૩/૨૦૨૫ ને સોમવાર ના રોજ કરવામાં આવ્યુ. આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ નો પ્રારંભ સરસ્વતી વંદના, વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય થી કરવામા આવ્યો. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. દિનેશકુમાર એસ.ચારણે આમંત્રિત મહેમાનોના આવકાર સહ સ્વાગત અને પરિચય પ્રવચનની સાથે વિષયને અનુરૂપ પ્રેરક પ્રવચન આપીને શોધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ.જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્રશ્રી, ગુ.સા. અકાદમી -ગાંધીનગર) ની પ્રેરણા પ્રોત્સાહન અને આશિર્વાદ પ્રાપ્ત થયા હતાં.પરિસંવાદના અધ્યક્ષ ડૉ.કિશોર સી.પોરીયા (કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિ.પારણ) અધ્યક્ષીય પ્રવચનમાં વર્તમાન યુગને કેન્દ્રમાં રાખીને ગુરુ શિષ્ય પરંપરા, વૈદિક ઋષિઓ, ભગવન્તો, જૈનમુનિઓ ભારતીય સનાતન સંસ્કૃતિના આદર્શો, જીવન પ્રણાલી, શિક્ષણ નું મહત્વ, ગુરૂઓનું સ્થાન, કાંકરેજની ગાય અને સંસ્થાના દાનવીર-ભામાશાનો ઉલ્લેખ કરી હ્ર્દયસ્પર્શી પ્રેરક પ્રવચન આપી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. પરિસંવાદના ઉદ્ધઘાટક ધીરજકુમાર કે.શાહ, (પ્રમુખ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ- થરા),અતિથિ વિશેષ અજીતભાઈ જયંતિલાલ ધાણધારા (કોલેજ – પ્રાર્થના હોલના દાતા) મંત્રી જીતુભાઈ સી. ઘાણધારા, પૂર્વપ્રમુખ દિનેશભાઈ શાહ (વકિલ) કોમર્સ ફેકલ્ટી દાતા ચિનુભાઈ બી. ગુંજારીયા,થરા હાઈસ્કુલના દાતા હસમુખભાઈ ઝવેરી,થરા નગર પાલિકાના કોર્પોરેટર ગીરાબેન શાહ,જોસનાબેન ચારણ, કેળવણી મંડળના અન્ય સદસ્યો સૌએ કાર્યક્રમને સફળ બનાવવામાં હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતાં. ગુજરાતી વિષયના બીજરૂપવતા ડૉ.નિરંજન રાજ્યગુરુ,(આનંદ આશ્રમ સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર- ઘોઘાવદર તા.ગોંડલ, જિ.રાજકોટ) એ ગુજરાતના મહાન સંતોને સ્મરીને ગુરુ-શિષ્ય પરંપરા પર પ્રકાશ પાડયો હતો. પ્રધાન વક્તા ડૉ.અંબાદાન રોહડિયા, ડૉ.ભરત સોલંકી, ડૉ.હેમરાજભાઈ આર. પટેલ વગેરેએ શોધપત્ર વાંચન તેમજ અધ્યક્ષીય બેઠકને શોભાવી ગુરુ-શિષ્ય પરંપરાના માહાત્મ્યને ઉજાગર કર્યો હતો. જયારે હિન્દી વિષયના ડૉ.દિલીપ મેહરા, ડૉ.અમૃતલાલ જીનગર ઉપસ્થિત રહી બીજરૂપ વ્યાખ્યાન આપ્યું. આ પ્રસંગે અધ્યાપકો, શોધ છાત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિ.ડૉ. દિનેશકુમાર ચારણના માર્ગદર્શન માં ડૉ.મયંક જોષ, ડૉ.ગોવિંદ મુંધવાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જયારે આભારવિધિ ડૉ.નરેશ ભૂરિયા, ડૉ.પાયલબેન પરીખે કર્યું હતુ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 9979521530

Back to top button
error: Content is protected !!