GODHARAGUJARATPANCHMAHAL

મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સીટી, ગોધરા ખાતે મકાઇમાં બીજ ઉત્પાદન અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી ગોધરા

મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સીટી, ગોધરા તેમજ એફ.પી.ઓ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને મકાઇમાં ગુણવત્તા સભર બીજ ઉત્પાદન કરવા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૧/૦૮/૨૦૨૫ના રોજ ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગનાઈઝેશનના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોને વૈજ્ઞાનિક પધ્ધતિથી મકાઈમાં બીજ ઉત્પાદન કરવા માટેની તાલીમ મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, ગોધરા ખાતે આપવામાં આવી હતી.

આ તાલીમમાં મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોમાં ડૉ.એમ.બી.પટેલ, ડૉ.પી.કે.પરમાર, ડૉ.પી.ડી.પટેલ અને ડૉ.એચ.એસ.વર્મા અને નિવૃત વૈજ્ઞાનિકશ્રી કે.એચ.પટેલ દ્વારા તાલીમ સંલ્ગન તમામ મૂળભુત અને જરૂરી પાસાઓ અને વિષયો અંગે ખેડુતોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજંસીના અધિકારીઓમાં બીજ પ્રમાણન એજન્સીના શ્રી ઝાલા અને વિપુલભાઈએ બીજ પ્રમાણન અંગે તથા સાથી પોર્ટલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નાબાર્ડ બેંક વતી શ્રી રાજેશભાઈ ભોંસલે દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને આ તાલીમમાં ભાગ લેવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!