પાલનપુર ખાતે એન.પી.આર્ટસ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ યોજવામાં આવેલ

19 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ,પાલનપુર સંચાલિત એન.પી પટેલ આર્ટ્સ કૉલેજમાં તારીખ ૧૬ જુલાઈ ૨૪ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા “એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત સીડબોલ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉકરડા(બાલારામ) ખાતે યોજવામાં આવેલો. આ કાર્યક્રમમાં કૉલેજના કુલ ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ૭૦ જેટલા વૃક્ષો અને ૨૦૦૦થી પણ વધારે સીડબોલનું વાવેતર કર્યું. આ કાર્યક્રમમાં બનાસડેરીના અધિકારી ડૉ.અશોકભાઈ દ્વારા સીડબોલ ફાળવવામાં આવ્યા અને ફોરેસ્ટ ખાતામાંથી નિવૃત્ત અધિકારી જેસુંગભાઈએ હાજરી આપી સીડબોલની વાવણી વિશેની સમજ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રિન્સીપાલ ડૉ. મનીષાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. એકતાબેન ચૌધરી અને પ્રા. ખુશ્બુબેન ચૌધરીએ કર્યું હતું.



