વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી પોલિંગ સ્ટાફ EVM-VVPAT ચૂંટણીલક્ષી સામગ્રી લઈ મતદાન મથક ખાતે પહોંચ્યો છે. પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચી, તા.૧૯ જુનના રોજ મતદાન માટે મત કુટીર તૈયાર કરવી, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી તૈયારીઓ કરશે અને રાતવાસો પણ મતદાન મથક ખાતે કરશે.જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ અનિલકુમાર રાણાવસિયાએ ઇવીએમ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીના ડિસ્પેચિંગ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી કાળજી લેવા બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે જ વેબ કાસ્ટિંગ માટેના કાર્યરત કરાયેલ કંટ્રોલરૂમનું પણ નિરીક્ષણ કર્યું હતું.૮૭ – વિસાવદર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટાફને EVM-VVPAT ઉપરાંત ચૂંટણીલક્ષી સામગ્રી માંડાવાડ શૈક્ષણિક સંકુલ ખાતેથી વિતરિત કરવામાં આવી હતી. આ તકે ચૂંટણી અને પ્રાંત અધિકારી શ્રી સી.પી. હિરવાણીયાએ ડિસ્પેચિંગની વિતરણ વ્યવસ્થાઓથી કલેકટરશ્રીને અવગત કરાવ્યાં હતાં