
તા.૨૪.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં ‘एक पेड़ मा के नाम’ કાર્યક્રમની ઉજવણી કરાઈ
દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘મિશન લાઈફ ઈકો ક્લબ’ અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં ૧૯ જુલાઈ, શનિવારનાં રોજ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત શાળામાં અગાઉથી વૃક્ષારોપણ માટે છોડ લાવવામાં આવ્યાં હતાં. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળીને એક પેડ મા કે નામનો સંકલ્પ લઈ શાળાનાં મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વૃક્ષારોપણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો




