AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાંગન ગામ ખાતે આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના વાંગન ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો.જેને લઇને સાકરપાતળ રેંજ વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.ત્યારે આખરે રાત્રિ દરમિયાન દીપડો પાંજરે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.દક્ષિણ વન વિભાગનાં સાકરપાતળ રેંજમાં લાગુ વાંગન ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો.જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ત્યારે દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.  રવિપ્રસાદ રાધા ક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ સાકરપાતળ રેંજના આર.એફ.ઓ મનીશભાઈ સોનવણેની ટીમે પાંજરૂ ગોઠવ્યુ હતુ.આ દીપડો અવાર નવાર વાંગન ગામમાં આવી જતો હતો.જેથી ગ્રામજનોએ વન વિભાગમાં અરજી કરી હતી.જેના અનુસંધાનમાં સાકરપાતળ રેંજ દ્વારા પાંજરૂ ગોઠવતા રાત્રીનાં અરસામાં આ દીપડો પાંજરે પુરાયો હતો.અને હાલમાં વન વિભાગની ટીમે આ દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડી નેશનલ પાર્ક વાંસદા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.ત્યારે ગામના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને સાકરપાતળ વન વિભાગના અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વાંગન ગામ નજીક આવેલ નડગખાદી ગામમાં દીપડાનાં હુમલાનાં પગલે એક માણસનું મોત નીપજ્યું હતુ.જ્યાં ડાંગ કલેક્ટર મહેશ પટેલે પણ દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા ઇસમની અંતિમયાત્રામાં હાજરી આપી હતી. અને તેના પરિવારને આ દુઃખના સમયમાં નુકસાન સહન કરવાની સાંત્વના પાઠવી હતી.અને ત્યારબાદ દક્ષિણ વન વિભાગની ટીમ દ્વારા કુલ ચાર દીપડાને પાંજરામાં કેદ કરવામાં આવ્યા હતા.ગતરોજ રાત્રીનાં અરસામાં વાંગન ગામે પણ દીપડાને પાંજરે પુરવાની સફળતા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો..

Back to top button
error: Content is protected !!