સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરમાં વાલી – વિદ્યાર્થી પરિસંવાદ યોજાયો

30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના ધોરણ ૧થી૮ ના વિદ્યાર્થીઓની વાલી મીટીંગ યોજાઈ , જેમાં ખૂબજ મોટી સંખ્યામાં વાલી ભાઈ-બહેનો હાજર રહ્યા.પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતિ ચેતનાબેન જે મકવાણાએ બાળકોના અભ્યાસમાં કઈ રીતે સર્વાગી વિકાસ કરી શકાય, એમાં વાલી તરીકે કઈ બાબતો ધ્યાન ઉપર લેવાની છે તથા બાળકો અભ્યાસમા વધુ ઉત્કૃષ્ઠ દેખાવ કરે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે,શાળામાં ચાલતી વિવિઘ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં વાલીઓએ કેવી રીતે મદદરૂપ થવું તેની પણ સવિસ્તાર માહિતી આપી. તેમજ 15મી ઓગસ્ટના રોજ ધોરણ ૧થી૮ ના જે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો ત્યારે કેળવણી મંડળના દાતાશ્રીઓ દ્વારા બાળકોને રોકડ રકમ દાન/ભેટ આપી પ્રોત્સાહીત કર્યા હતા, તે દાનની રકમમાંથી વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ વાલીઓના હસ્તે શાળા તરફથી પ્લાસ્ટિકનું પાણી પીવાની બોટલ આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા. આજના આ વાલી મીટીંગ કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રી શ્રી હરિભાઈ સોલંકી અને મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ બિરદાવ્યો હતો.





