કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આરડી ભરવાડ ની અધ્યક્ષતામાં મોહરમ પર્વ લઇ ને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું
તારીખ ૦૪/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં આગામી દિવસોમાં આવનાર તાજીયા (મોહર્રમ) પર્વની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડ ની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઇ પી.કે. ક્રિશ્ચયન સાથે બન્ને સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે મોડી સાંજના સાત વાગ્યાની આસપાસ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમાજના આગેવાનોને મોહરમ પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે ઉપસ્થિત લોકોને કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ એ અનુરોધ કર્યો હતો.બેઠકમાં જણાવ્યું હતું કે,તારીખ ૫,૬, જુલાઈ દરમિયાન મહોરમ(તાજીયા)નું પર્વ મનાવવામાં આવશે અને કાલોલ શહેરમાં સૌથી વધુ કલાત્મક તાજીયા હોય છે.આ પર્વની ઉજવણી માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજ અગ્રણી તેમજ હિન્દુ સમાજના અગ્રણી સહિતના કાલોલ શહેર તાજીયા કમિટીના સંચાલકો આયોજકો હાજર રહી તાજીયા નું જુલૂસ નીકળશે તે રૂટ વિષે ચર્ચા વિચારણા સાથે કાલોલ નગરમાં શાંતિ સલામતી સુરક્ષા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મહોરમ પર્વ ઉજવાય તેવી અપીલ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ દ્વારા કરવામાં આવી હતી.