રાજપારડી પોલીસ મથકે મોહરમના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
ભરૂચ જીલ્લાના ઝધડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકે આગામી મોહરમ ના તહેવારને અનુલક્ષીને આજ રોજ ૧૨ કલાકે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કે.બી.મીર ની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કે.બી.મીર દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક ને ખાસ સૂચનાઓ આપવામાં આવી તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી આ બેઠકમાં રાજપારડી પોલીસ મથક વિસ્તારના મુસ્લિમ આગેવાનો એ હાજરી આપી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી