BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં ગટરમાંથી વ્યક્તિનું ગળું મળ્યું:પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ, મૃતકની ઓળખ સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દૂધધારા ડેરી પાસે એ.બી.સી. કંપની તરફ જવાના રસ્તા પર આવેલી ગટરમાંથી એક અજાણ્યા પુરુષનો માત્ર ગળાનો ભાગ મળી આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. તેમણે તરત જ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘટનાની માહિતી આપી હતી.

પોલીસને જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગટરમાંથી મૃતકના ગળાનો ભાગ બહાર કાઢ્યો હતો. આ ભાગને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!