GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી આપવાની યોજનાનો લાભ લેવા ૫ મે સુધી અરજી કરી શકાશે

તા.૨૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જળ સંપતિ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના પાણીની અછત ધરાવતા ખેડુતોને ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટેની યોજના અમલી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડુત ખાતેદારોએ ઓનલાઇન સ્વરૂપે વેબસાઇટ g-talavadi.gujarat.gov.in તેમજ mariyojana.gujarat.gov.in ઉપર તા.૦૫-૦૫-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.આ અગાઉ જે ખેડુતોએ આ યોજનાનો લાભ લીધેલ હશે તે આ અરજી કરી શકશે નહી. આ અરજીઓનું ઓનલાઇન ડ્રો કરવામાં આવશે. વધુ માહિતી માટે g-talavadi.gujarat.gov.in તેમજ mariyojana.gujarat.gov.in ઉપરથી મળી શકશે તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.



