લાખણી વિસ્તારમાં ચાઈનીઝ દોરી ન વેંચવા અંગે પ્રતિબંધ મુકવા આવેદનપત્ર આપવામાં આવ્યું

નારણ ગોહિલ લાખણી 
ચાઈનીઝ દોરી વેંચાણ પણ પ્રતિબંધ મુકવા લાખણી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવા આવ્યું ચાઈનીઝ દોરી થી પશુ પક્ષીઓ ઘાયલ ના થાય અને ચાઈનીઝ દોરી થી પશુ પક્ષીઓ નો જીવ ના ગુમાવવો પડે તેવા હેતુથી આવેદનપત્ર પત્ર આપી મામલતદાર ને સચોટ પગલાં લેવા વિનંતી કરાઈ
ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ના નિર્દેશ મુજબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી તેજસિંહ પરમાર, ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી અરવિંદસિંહ ચાવડા, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સુખદેવરામ જોશી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી બાબુસિંહ ઝાલા, રાષ્ટ્રીય શિક્ષણ સેલના પ્રમુખ શ્રી રાજેનકુમાર પ્રજાપતિ, ગુજરાત સહ-સચિવ ગોવિંદસિંહ મકવાણા, બનાસકાંઠા મહામંત્રી શ્રી દશરથસિંહ ઝાલા,લાખણી બ્લોકના મામલતદાર ને વિનંતી કરવામાં આવી છે કે ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે પ્રાણીઓ, પક્ષીઓ અને લોકોને નુકસાન ન થાય તે માટે આવેદનપત્ર આપ્યું લાખણી બ્લોક પ્રમુખ લાલજીભાઈ ઠાકોર લાખણી બ્લોક મહામંત્રી અલ્પેશજી સોલંકી ઉત્તમસિંહ રાજપૂત અને અશોકભાઈ લાખાણી મીડિયા સેલ હાજર રહ્યા હતા.




