તા.૩૦.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના જાહેર માર્ગો પર રખડતા ઢોરો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા દાહોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
આજરોજ તા.૩૦.૧૧.૨૦૨૪ ના શનિવાર ૧૧.૩૦ કલાકે વાત કરિયેતો દાહોદ શહેરના સ્ટેશન રોડ.રેલ્વે સ્ટેશન રોડ.ગોવિંદ નગર. ગોધરા રોડ.દેસાઈવાડા.એમ.જી. રોડ.ચાકલીયા ચોકડી. મંડાવ ચોકડી.પડાવ રોડ.જેવાં તમામ જાહેર રસ્તાઓ પર બેસી રહેલા રખડતા ઢોરો લોકોના જીવને જોખમ ઉભૂ કરી રહ્યા છે.અને કરી ચુક્યા છે.જેમાં ગઈ કાલ નીજ ઘટનાની વાત કરીયેતો દાહોદના સ્વામિ વિવેકાનંદ સર્કલ ખાતે એક ગમખવાર અકસ્માત સર્જાયો.જેમાં દાહોદ શહેરના બુરહાની સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય જૈનુદ્દીનભાઈ લીમડીવાલાનુ ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું.આ અકસ્માત થવાનુ મુખ્ય કારણ સ્વામિ વિવેકાનંદ સર્કલ નજીક જાહેર રસ્તા પર જે દાહોદ શહેરનો મુખ્ય માર્ગ છે.ત્યારે રસ્તા પર ઉભેલા ઢોરએ જૈનુદ્દીનભાઈ ની એક્ટિવા મોપેડને ટક્કર મારતા જૈનુદ્દીનભાઈ એ એક્ટિવા મોપેડ પરથી સતુંલન ગુમાવતા જૈનુદ્દીનભાઈ એક્ટિવા મોપેડ લઈ રોડ પર પડતા તેમની નજીકથી પસાર થઈ રહેલ ટ્રેકટર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું.આ ઘટનાને લઈ સમગ્ર દાહોદ જિલ્લા વાસીઓમાં આઘાત લાગ્યો હતો.ભૂતકાળ મા પણ આવી ઘટનાઓ દાહોદ શહેરમાં બની ચુકી છે.જેમાં કેટલાય લોકોના મોત થયા છે.અને કેટલાય લોકોને શરીરે ઈજાઓ થવા પામિ છે.આવી ઘટનાઓ ફરિવાર દાહોદ શહેરમાં ન બને તે માટે ત્વરીત નીકાલ લાવવા દાહોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું