AHAVADANGGUJARAT

વઘઈના ભૂરભેંડી ગામ નજીક ખેરના લાકડા ભરેલ પિકઅપ ગાડી ઝડપાઈ, રૂ. ૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત,ચાલક ફરાર..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પેટા:-ખેરના લાકડા ભરેલી બોલેરો પીકઅપ ગાડી મૂકી ચાલક ફરાર,કુલ ૨૬ નંગ લાકડા જપ્ત..

દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમારનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.એફ.ઓ.ડી. કે.રબારીની ટીમ દ્વારા ગતરોજ રેંજ વિસ્તારનાં લાગુ સઘન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન બાતમીનાં આધારે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી રોકવા માટે હાથ ધરાયેલી કડક કાર્યવાહીમાં વઘઈ રેંજની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલા ભુરભેંડી વિસ્તારમાંથી વન વિભાગે પાસ-પરમિટ વગરના ખેરના લાકડા ભરેલી એક બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી કુલ રૂ. ૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ, દક્ષિણ ડાંગનાં નાયબ વન સંરક્ષક (DCF) નિરજકુમારનાં માર્ગદર્શન અને સૂચના હેઠળ વઘઈ રેન્જના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે સરહદી માર્ગ પરથી લાકડાની તસ્કરી થવાની છે.આ બાતમીના આધારે વન વિભાગની ટીમે ૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ ભુરભેંડી ખાતે વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક બોલેરો પીકઅપ ગાડી (નંબર: MH 04 HD 7786) પૂરઝડપે ત્યાંથી પસાર થતા વનકર્મીઓએ તેનો પીછો કર્યો હતો.વન વિભાગની ટીમ પાછળ આવતી જોઈ ચાલકે ભુરભેંડી-પંગારણે રોડ પર ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.અહી વઘઇ વન વિભાગ દ્વારા ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા ખેરના ૨૬ નંગ લાકડા મળી આવ્યા હતા.હાલમાં વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે. રબારીની ટીમે ખેરના લાકડા (૧.૩૭૮ ઘન મીટર) આશરે રૂ. ૪૫,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી આશરે રૂ. ૨,૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત  કરવામાં આવેલ છે.હાલમાં વઘઈ રેન્જ વન વિભાગ દ્વારા આ મામલે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ અને લાકડા ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!