પાલનપુર અંબાજી જવાના મુખ્ય માર્ગ ઉપર મેરવાડા રોડ ઉપર આવેલા પુલ ઉપર ખાડો પડતા અકસ્માતની ભિતી

19 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર અંબાજી જવાના મુખ્ય માર્ગ ઉપર મેરવાડા રોડ ઉપર આવેલા પુલ ઉપર ખાડો પડતા અકસ્માતની ભિતી.પાલનપુર થી અંબાજી ના મુખ્ય માર્ગ ઉપર આવેલું મેરવાડા ગામ નજીક પુલ ઉપર અચાનક ખાડો પડતા અહીં પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભિતી સતાવી રહી છે લાગતા વળતા સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે મરામતી કામગીરી થાય એવું વાહન ચાલુ રહ્યા છે પાલનપુર નજીક મેરવાડા ગામ પાસે આવેલો વર્ષો જુનો બ્રિજ આજે અનેક જગ્યા જર્જરીત બની ગયો છે જોકે આ બ્રિજ ઉપર ગાબડું પડતા અહીં પસાર થતા અંબાજી વડગામ દાતા તેમજ અનેક ગામો સાથે આ બ્રિજ સકળાયેલો છે જેને લઈને અહીં પસાર થતા વાહન ચાલકોમાં ભય મોજુ જોવા મળી રહ્યા છે કોઈ અનિશ્ચિત ઘટના બને તે પહેલા મરામત થાય તેવું વાહન ચાલકો રાહદારીઓ ઈછી રહ્યા છે તસવીર અહેવાલ દીપકભાઈ રાવલ




