GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ઔદ્યોગિક સંસ્થા દ્વારા વૃક્ષારોપણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટની એચ.જે. સ્ટીલ ઔદ્યોગિક સંસ્થા ખાતે વૃક્ષારોપણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના કર્મચારીઓએ સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષો વાવીને પર્યાવરણના દિવસની અનેરી ઉજવણી કરી હતી. ઉપરાંત, સર્વેને સિંગલ યુઝ પ્લાસ્ટિક અવેરનેસ કાર્યક્રમમાં પ્લાસ્ટિકના ઉપયોગથી માનવ જીવન પર થતી અસરો અંગે જાણકારી આપવામાં આવી હતી.





