કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે નાથપુરા ખાતે સ્વ.શ્રી રાજીવ ગાંધીની ૮૧ મી જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની ૮૧ મી જન્મ જયંતી નિમિત્તે કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે

નાથપુરા ખાતે સ્વ.શ્રી રાજીવ ગાંધીની ૮૧ મી જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
સ્વ.રાજીવ ગાંધી એક ભારતીય રાજકારણી હતા જેમણે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.તેમના માતા વડા પ્રધાન ઈન્દિરા ગાંધી ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા આધુનિક ભારતના ઘડવૈયા ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની ૮૧ મી જન્મ જયંતી નિમિત્તે કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે બિરાજમાન શ્રી વડેચી માતાજી ના દર્શન કરી પૂર્વ ડે.સરપંચદેસાઈ મેઘરાજભાઈ સેંધાભાઈ કોંગ્રેસ સમિતીમાં જોડાઈ મંદિર પરિસર માં ૨૦ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સવારે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના વરદ હસ્તે કાંકરેજ તાલુકાકોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાળસિંહ સોલંકી, સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં જિલ્લા પંચાયતના પુર્વ ચેરમેન પુરણસિંહ વાઘેલા, ભુપતાજી મંગળપુરા,બચુજી ઠાકોર,થરા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ વદનજી જગાણી,બ.કાં જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પિન્ટુભાઈ મિયાણી,સરપંચ પોપટજી ઠાકોર,પત્રકાર વેનાજી કાટેડીયા,મહેશજી વિનાજી ઠાકોર,રમેશકુમાર દીપાજીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યને સરપંચ પોપટજી ઠાકોરે પાઘડી બાંધી જયારે ઉપસ્થિત મહાનુભાવોને ડે. સરપંચ મુકેશજી,લગધીરજી, સુરેશજી,જયંતીભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ત્યારે કોંગ્રસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




