GUJARATJUNAGADHKESHOD

કેશોદ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કેશોદ દ્રારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું

કેશોદ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કેશોદ દ્રારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડ તથા કેશોદ પોલીસ સ્ટેશન ના જાદવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે.સાસરી પક્ષમાં ઘરેલું હિંસા અને માનસિક ત્રાસથી કંટાળીને અરજદાર બહેન ઘણા સમય થી પિયરમાં હતા. અરજદાર બહેનના ૪ બાળકો હતા. લગ્નના ૧૨ વર્ષ થી પતિ અત્યાચાર કરતા હતા. અરજદાર બહેનને ઘણા સમય થી ઘરમાં માનસિક ત્રાસ આપતા હોઈ અપશબ્દો બોલતા હતા. ત્યારે બન્ને પક્ષને બોલાવી ને કાયદાની સમજ આપી બંને પક્ષો ને સમજાવવામાં આવ્યા હતા.જેમાં બંને પક્ષને બોલાવીને વ્યક્તિગત તેમજ જુથ મિટિંગ કરી સમજાવવામાં આવ્યા હતા. તથા બહેનની ઈચ્છા મુજબ પતિ તેની પત્નીને તેડી ગયેલ છે. આમ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલર મહિડા એસ આર. અને ગોંડલીયા જે. એસ. તથા કેશોદ પોલીસ સ્ટેશન સ્ટાફ ડાકી અંજુબેન દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!