નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાગૃતિ માટે પ્રતિજ્ઞા સમારોહ યોજાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વચ્છતા અભિયાન અને પ્રતિજ્ઞા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત વિકાસ અધિકારી (DSDO), જિલ્લા રમતગમત અધિકારી (શહેર), જિલ્લા રમતગમત અધિકારી (ગ્રામ્ય) સહિત 90 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે યુવા ખેલાડીઓ અને તાલીમાર્થીઓએ પણ ભરપૂર ઉર્જા અને ઉલ્લાસ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ plastिक પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવો અને પર્યાવરણના રક્ષણ માટે લોકોમાં સહભાગિતાની ભાવના વિકસાવવી રહ્યો.
સફાઈ અભિયાન દરમિયાન હાજર તમામ સહભાગીઓએ સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમ દ્વારા નિકોલ વિસ્તારમાં માત્ર સફાઈનો સંદેશ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંકલ્પ પણ વધુ મજબૂત બન્યો.