
૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તારીખ ૧૯-૦૬-૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. ત્યારે ભેંસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે ગ્રામજનો, આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે જરૂરી પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૯ જૂનના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકે નહીં એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે




