AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીની નજીકથી એક યુવકની બાઇક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીની નજીક 22 વર્ષીય યુવકે પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી.જોકે અજાણ્યા ચોર ઈસમે તે મોટરસાયકલની ચોરી કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોરબંદર ખાતે રહેતા 22 વર્ષીય જોન એનથોની ક્રિસ્ટીન કોઈ કામ અર્થે સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીની બાજુમાં પોતાના હવાલાની મોટરસાયકલ રજી.નં. GJ-05-KV-9023  પર સવાર થઈને આવ્યા હતા.બાદમાં તેઓ સ્ટોલ ઉપર કામ કરતા રાજભાઈ  સાથે નવાગામ (સાપુતારા) ખાતે  સ્ટોલનાં ગોડાઉન પરથી સામાન લેવા માટે ગયેલા અને ત્યાથી પરત આવી મોટર સાઈકલ મેળાનાં ગેટ પાસે પાર્ક કરેલ હતી.ત્યાર બાદ જોનનાં પિતા એન્થોની જોસેફ તે મોટરસાયકલ લઈને થોડીવાર માટે ગયા હતા અને પરત આવીને મોટરસાયકલ ત્યાં પાર્ક કરી હતી.જોકે પછીથી તે મોટરસાયકલ ત્યાં મળી આવી ન હતી.તેમજ આસપાસના વિસ્તારમાં મોટરસાયકલ રજી.નં. GJ-05-KV-9023 (જેની કિંમત રૂપિયા ૪૦ હજાર) ની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી તેમ છતા મોટરસાયકલ મળી આવી ન હતી.ત્યારે મોટરસાયકલ ચોરી થઈ ગયેલ હોવાનું જણાઈ આવ્યુ હતુ.જે બાદ મોટરસાયકલ ચોરીને લઈને સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મોટરસાયકલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!