GODHARAPANCHMAHAL

પંચમહાલ જીલ્લામા અલગ- અલગ જગ્યાએ ગેર-કાયદેસર રીતે ગેસરી ફીલીંગ કરતા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી  ગોધરા એસ.ઓ.જી 

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જીલ્લામા ગેર-કાયદેસર રીતે ગેસ-રીફીલીંગ કરતા ઇસમો શોધી કાઢી તેઓની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને  આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ-ગોધરા નાઓએ  કે.એમ. રાઠોડ પો.સબ.ઇન્સ એસ.ઓ.જી. ગોધરા તથા એસ.ઓ.જી સ્ટાફને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપી એસ.ઓ.જી શાખાની જુદી-જુદી ટીમો બનાવેલ.ઉપરોક્ત ટીમો દ્વારા હાલોલ ટાઉન તથા ગોધરા ટાઉન વિસ્તારમા બાતમી હકીકત મેળવી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા બે તથા ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા એક મળી કુલ ત્રણ ગેર-કાયદેસર ગેસ રીફીલીંગના કેસ શોધી કાઢી ત્રણ આરોપીઓ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧)સમીર સલીમભાઇ મન્સુરી રહે.બસ સ્ટેશન રોડ કાલોલ જી.પંચમહાલ

(૨)અજીતકુમાર વીરાબહાદુર કુશવાહા રહે.જયશ્રી કોલોની હાલોલ જી.પંચમહાલ

(૩)ભાવીન કિશોરભાઇ નાથાણી રહે. બહારપુરા,સીવીલ હોસ્પીટલ પાસે ગોધરા જી.પંચમહાલ

પકડાયેલ મુદ્દામાલ:-

ગેસના બોટલ નંગ-૬૬ તથા ગેસ રીફીલીંગ કરવાની પાઇપ નંગ-૦૪ તથા ઇલેકટ્રીક વજન

કાંટા નંગ-૦૫ તથા ઇલેકટ્રીક મોટર નંગ-૦૧ મળી કુલ રૂપિયા ૧,૩૯,૫૦૦/- નો મુદ્દામાલ

કબ્જે કરવામા આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!