અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં LCB એ જડપેલા દારૂ પ્રકરણમાં એક પોલીસ કર્મી સસ્પેન્ડ.!!
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠતા આવ્યા છે.પોલીસ જ ફરજમાં બેદરકારી દાખવે તો ઉચ્ય અધિકારી દ્વારા કાર્યવાહી તો થવાની,થોડા દિવસો પૂર્વે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી દારૂ પીધેલી હાલતમાં એક પોલીસકર્મી ઝડપાયો હતો તેના વિરુદ્ધમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ એ ઘટનાના 4 દિવસ બાદ દારૂ પીધેલા ઝડપાયેલા આરોપી પોલીસકર્મીએ નામજોગ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવતા સવાલો ઉઠ્યા હતા.જેને લઈ જાગૃત નાગરિકોએ પોલીસ અધિક્ષકાને લૂંટની ફરિયાદ ખોટી હોવાની લેખિત રજુઆત કરી હતી.આ રજુઆત બાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી ની થોડા દિવસોમાં જ બદલી થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ થોડા દિવસ પૂર્વે જિલ્લા LCB પોલીસની ટીમે જડપેલાં વિદેશી દારૂ પ્રકરણમાં પણ એક પોલીસ કર્મચારી ને સસ્પેન્ડ કર્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.
સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ તેમજ મેઘરજ પોલીસ સેટશન ના PSO ના જણાવ્યા અનુસાર મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઉન બીટ વિસ્તારમાં થોડા દિવસ પહેલા LCB એ રેડ કરી હતી અને મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો હતો જેને લઈ અરવલ્લી જીલ્લા પોલીસવડા એ કડક કાર્યવાહી કરતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનાત નાનજીભાઈ નામના પોલીસ કર્મચારીને દારૂ ના પ્રકરણે સસ્પેડન કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.હજુ પણ જિલ્લામાં કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ દારૂ ની લાઈનો ચાલતી હોવાની પણ વાતો ચર્ચાઈ રહી છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી અન્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.