સાબરકાંઠાની 825 દૂધ મંડળીઓના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીશ્રીના સહકાર ક્ષેત્રની પહેલો બદલ પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજાઈ
સાબરકાંઠાની 825 દૂધ મંડળીઓના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીશ્રીના સહકાર ક્ષેત્રની પહેલો બદલ પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજાઈ
**
સાબરકાંઠા જિલ્લાની 825 દૂધ મંડળીઓના સભાસદોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજી હતી.
આ ઝુંબેશ અંતર્ગત સભાસદોએ પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને ખાસ કરીને સહકાર મંત્રાલયની સ્થાપના, સહકારી ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા, જીએસટીમાં રાહતો તથા સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીની દ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વથી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા મળી રહી છે. સહકાર ચળવળને વેગ આપવા સાથે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, સહકાર ક્ષેત્રનું સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવવા માટેની યોજનાઓ અસરકારક બની રહી છે.
આ પ્રસંગે તલોદ તાલુકાની ભીમપુરા, ઇડર તાલુકાની મઠ ભોજાયત, હિંમતનગર તાલુકાની આકોદરા સહિત જિલ્લામાં 825 દૂધ મંડળીઓના સભાસદોએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી સર્વાંગી વિકાસ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા