NATIONAL

Mahakumbh: મહાકુંભમાં મોટી દુર્ઘટના ઘટી, મૃત્ય આંક ૧૫ થી ઉપર ૧૦૦ થી વધુ ઘાયલો.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. મૌની અમાવસ્યાના દિવસે, લાખો ભક્તોની ભીડ સંગમ નાક પર સ્નાન કરવા માટે એકઠી થઈ હતી, આ દરમિયાન અચાનક સંગમ નાક પર ભાગદોડ મચી ગઈ અને આ નાસભાગમાં 17 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે મેળા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ફક્ત 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને કારણે સંગમ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ઘટના પછી તરત જ ડઝનબંધ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતકોના મૃતદેહોને ત્યાંથી લઈ જવામાં આવ્યા. ઘાયલ ભક્તોને મેળામાં બનેલી કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણી એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈને શહેર તરફ આગળ વધતી રહી.

અત્યાર સુધીમાં મેળાના વહીવટીતંત્રે 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે, પરંતુ પ્રત્યક્ષદર્શી ભક્તોએ જણાવ્યું હતું કે તેનાથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે અફવાને કારણે ભાગદોડ મચી હતી જેમાં 17 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે બધાને મહાકુંભ નગર સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!