છોટાઉદેપુર ખાતે 2024 સદસ્યતા અભિયાન માટે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા યોજાઈ.

મુકેશ પરમાર નસવાડી
ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024 માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ સદસ્યતા અભિયાન ના પ્રચાર પ્રસાર માટે છોટાઉદેપુર જિલ્લના મુખ્ય મથક ના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા ની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી તેઓ એ જણાવ્યું કે આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે અને આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે સદસ્યતા અભિયાન ના જિલ્લા સંયોજક મેહુલભાઇ પટેલ,સહ સંયોજક ,જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવીજેતપુર ધારાસભ્ય જેન્તિભાઇ રાઠવા જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ માજી સાસંદ અને ટાયફેડ ના ચેરમેન રામસિહભાઇ રાઠવા માજી સાસંદ ગીતાબેન રાઠવા ને પણ બીજેપી ના પ્રાથમિક સદસ્ય જિલ્લા પ્રમુખ દ્વારા બનાવવામાં આવ્યા,વધુમાં તેઓ એ કાર્યકરોને જણાવ્યું હતુ કે જીલ્લા નો બે લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ છે. સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયાસ કરજો.પાર્ટીના સભ્ય તરીકે 6 વર્ષે મુદત પૂરી થઈ છે. આ એક પાર્ટી એવી છે જેના 6 વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે. કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું,ત્યારે હવે જ્યાં ઈલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન શરૂ થયું છે..





