GUJARATJUNAGADH

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો, પ્લેસમેન્ટફેર માં ૩૭ વિદ્યાર્થીઓની પસંદગી પામ્યા

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો, પ્લેસમેન્ટફેર માં ૩૭ વિદ્યાર્થીઓની પસંદગી પામ્યા

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો.જેમાં ૩૭ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા.આ પ્લેસમેન્ટ ફેરમાં લાઇફ ઇન્શ્યોરન્સ અને ફીલપકાર્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર પછી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોલેજના વિવિધ વિભાગના ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. લાઇફ ઇન્શ્યોરન્સ સંસ્થામાં ૨૫ વિદ્યાર્થીઓની અને ફીલપકાર્ટ કંપનીમાં ૧૨ વિદ્યાર્થીઓની માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો.જે.આર.વાંઝા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં પ્લેસમેન્ટ સમિતિ કોઓર્ડીનેટર ડો. આર. આર. ડાંગર તેમજ સમિતિના સભ્યો ડો. ભાવસિંહ બારડ, ડો.આર. જી. કાલરીયા, ડો. બી.બી. રાઠોડે આ ફેર નું સફળ સંચાલન કર્યું હતું.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!