DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

તા.૨૧.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

દાહોદ જિલ્લાના તમામ લોકો ઉત્સાહ પૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે-કલેક્ટર યોગેશ નિરગુડે

ગણેશ પંડાલ વિજેતાને રૂ. ૫ લાખ, દ્વિતીય વિજેતાને રૂ. ૩ લાખ, તૃતીય વિજેતાને રૂ. ૧.૫૦ લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ ૫ વિજેતાને રૂ. ૧ લાખનું ઇનામ આપવામાં આવશે

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ખેલ દિવસ તેમજ ગણેશ પંડાલ પ્રતિયોગીતાને ધ્યાને રાખીને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના પ્રણેતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતિને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેને ધ્યાને રાખી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આ વર્ષે તારીખ ૨૯/૩૦/૩૧ ઓગસ્ટ દરમ્યાન નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવાનું આયોજન થશે

જે સંદર્ભે ૨૯ ઓગસ્ટ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે, ૩૦ ઓગસ્ટ ના રોજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ દેવગઢ બારિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તેમજ તારીખ ૩૧ ઓગસ્ટ ના રોજ મેદસ્વિતા મુક્ત ગુજરાત, ફીટ ઇન્ડિયા અને સન્ડે સાયકલોથોન થીમ ઉપર સાયકલ રેલીનું આયોજના કરવામાં આવશે, જેમાં દાહોદ જિલ્લામાં મોટેભાગે ભાગીદારી નોંધાય અને વધુમાં વધુ લોકો ભાગ લે તેમ કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું.

એ સાથે ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને રાજ્યના સંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોક સંસ્કૃતિ કલા વારસો જળવાય એ માટે ગણપતિ ઉત્સવ દરમ્યાન વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫ આશ્વાશનની પસંદગી કરી શ્રેષ્ઠ ગણેશ પંડાલને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. ૫ લાખ, દ્વિતીય વિજેતાને રૂ. ૩ લાખ, તૃતીય વિજેતાને રૂ. ૧.૫૦ લાખ તેમજ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રથમ ૫ વિજેતાને રૂ. ૧ લાખનું ઇનામ આપવામાં આવશે.

ગણેશ પંડાલમાં મંડપ શણગાર, સામજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદુર થીમ, સ્વદેશી થીમ, પંડાલ સ્થળ પસંદગી, ગણેશ પંડાલ તરફથી કરવામાં આવતી પ્રવૃતિઓને ધ્યાને લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે કલેક્ટરએ જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ સહિત સંબંધિત અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્રાંત અધિકારીઓ , મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ , ગણેશ ઉત્સવના આયોજકો અને પત્રકારઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!