તા. ૧૪. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
DAHOD:દાહોદમાં રેલવે કર્મચારીઓની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફ્રન્સ યોજાઈ આગામી ડિસેમ્બરમાં યોજાશે ચૂંટણી
દાહોદમાં રેલ્વે વર્કશોપના કર્મચારી મંડળમાં ચૂંટણી યોજવા માટે WRMS અને BRMS વચ્ચે બન્ને મંડળો વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં દાહોદના રેલ્વે વર્કશોપમાં કામ કરતા હજારો કર્મચારીઓ વચ્ચે ચૂંટણી યોજાશે જેમાં મંડળના અલગ અલગ પદો ઉપર ચૂંટણી યોજાશે જેમાં દાહોદનું રેલ્વે વર્કશોપ રતલામ મંડળમાં સમાવેશ હોવાથી વડોદરા ગોધરા રતલામ ઉજ્જૈન જેવા રેલ્વેના કર્મચારીઓ પોતાના લીડર માટે ચૂંટણીમાં ભાગ લેશે ૨૦૦૭ ના વર્ષથી યોજાતી ચૂંટણીમાં WRMS અને brms બન્ને મંડળો વચ્ચે ચૂંટણીઓ યોજાઈ છે જેને લઈને આજરોજ જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે WRMS ના અધ્યકસ અને મંત્રીઓ આવ્યા હતા જેઓએ રેલ્વેવેના કર્મચારીઓને પોતાના કરેલા કર્યોથી માહિતગાર કર્યા હતા તેમજ અલગ અલગ પ્રકરના કરેલા કામોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે મીડિયા સમક્ષ પ્રેસ વાર્તાલાપ કરતા સમયે જણાવાયું હતુંકે રેલ્વેના તમામ અમારા કર્મચારીઓની તમામ મદદ માટે અમારૂ મંડળ તૈયાર છે અને તેમની પડખે અમે તમામ પદાધિકારીઓ ઉભા રહીશું તેમ જણાવી ચૂંટણીનું રણસિંગું ફૂંક્યું હતું જેમાં દાહોદમાં પણ ૪,૫ અને ૬ ડિસેમ્બરના દિવસે રેલ્વે કર્મચારીઓ મતદાન કરશે