MORBI:મોરબી શહેરના નવલખી ફાટક પાસે ખુલ્લા નાળામાં શ્રમિક પરિવાર નું છ વર્ષનું બાળક તંત્રની બેદરકારીનો ભોગ બન્યું

MORBI:મોરબી શહેરના નવલખી ફાટક પાસે ખુલ્લા નાળામાં શ્રમિક પરિવાર નું છ વર્ષનું બાળક તંત્રની બેદરકારીનો ભોગ બન્યું
મોરબી શહેરના નવલખી ફાટક પાસે આવેલા ખુલ્લા નાળામાં સાંજના સમયે મૂળ દાહોદના શ્રમિક પરિવાર નું છ વર્ષનું બાળક તંત્રની બેદરકારીનો ભોગ બન્યું છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખુલ્લા નાળામાં સાંજે 4 થી 6 વાગ્યાની આસપાસ અચાનક પડી ગયું હતું અને કચરા અને પાણીના કારણે બાળક બહાર ન નીકળી જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. શરૂઆતમાં બાળકના પિતાએ બાળકની શોધખોળ કરી હતી પરંતુ ઘરે કે રસ્તામાં ક્યાંય જોવા ન મળતા અંતે આસપાસના લોકોને પૂછપરછ કરી હતી આ ઉપરાંત નજીક ફાટકના સીસીટીવી તપાસ કરતા બાળક દુકાન તરફ જઈ રહ્યો હતો પરંતુ ત્યાંથી પરત ન ફરતા સસ્તામાં આવેલી કુંડીમાં બાળક પડી ગયો હોવાની આશંકા ના આધારે બાળકના પિતાએ કુંડીની તપાસણી કરતા તેમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બાળકનું નામ રવિ સના નાઈ હોવાનું જાણવા મળ્યું છે.હાલ મોરબી સીટી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









