હિંમતનગર બ્રહ્મ સમાજ નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા

હિંમતનગર બ્રહ્મ સમાજ નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા
સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ ટાઉન હોલ હિંમતનગરમા યોજાઈ ગયો. જે માં મુખ્ય વક્તા તરીકે ધર્મેન્દ્રભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બ્રહ્મ વિદ્યાર્થીઓ પાંચથી બારમા ધોરણમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓને દાંતાઓએ આપેલા દાનથી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા જેમાં દાતા તરીકે હિંમતનગર નાગરિક બેંકમાં ચેરમેન હિરેનભાઈ ગોર, પ્રફુલભાઈ વ્યાસ, પિયુષભાઈ દવે, ચંદ્રેશભાઈ જાની, મહેન્દ્રભાઈ રાવલ, સર્વાનદ ભટ્ટ, ફોટો જર્નાલિસ્ટ અશોકભાઈ રાવલ, હર્ષદભાઈ પાઠક, વગેરે દાતાઓએ દાન કર્યું હતું, ધર્મેન્દ્રભાઈ જોશી એ જણાવ્યું હતું કે આજનો જમાનો Artificial intelligence નો છે જેથી આપણે તન અને મનની સાથે સાથે મગજ પર વધુ ભાર આપવો પડશે. પ્રમુખ મુકેશ ભાઈ જાનીએ બ્રહ્મ સમાજમાં વિવિધ કાર્યક્રમોની પ્રેઝન્ટેશન કર્યું હતું, આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના સ્થાપક પ્રફુલભાઈ વ્યાસ, મહામંત્રી જયંતભાઈ જોશી, ભરતભાઈ ભટ્ટ, હર્ષલભાઈ રાવલ, મુકુલભાઈ પંડ્યા,
સંજયભાઈ વેદિયા, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
અહેવાલ:- પ્રતિક ભોઈ


